વેદાંત ભારતમાં ક્રૂડ ઓઇલ અને ગેસમાં રૂ.50,000 કરોડનું રોકાણ કરશેઃ અનિલ અગ્રવાલ
વેદાંત ભારતમાં ક્રૂડ ઓઇલ અને ગેસમાં રૂ.50,000 કરોડનું રોકાણ કરશેઃ અનિલ અગ્રવાલ
Blog Article
ગુજરાતમાં ધોરણ. 10 અને 12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની વાર્ષિક પરીક્ષાનો ગુરુવાર, 27 ફેબ્રુઆરીએ પ્રારંભ થયો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી આ પરીક્ષામાં આશરે 14 લાખ વિદ્યાર્થીઓ બેસશે. રાજ્યના શિક્ષણપ્રધાને એક્સ પર પોસ્ટ કરીને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
આ વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષામાં કૂલ 14 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાથી 1.15 લાખથી વધુ રીપિટર વિદ્યાર્થી અને 32 હજારથી વધારે આઈસોલેટેડ તેમજ 39,600 ખાનગી વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગત વર્ષની તુલનાએ 1.10 લાખથી વધુ વિદ્યાર્થીઓ ઘટ્યા છે.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 11 દિવસ વહેલી શરૂ થનાર બોર્ડ પરીક્ષાને લઈ એક તરફ જિલ્લા વહિવટી તંત્રએ છેલ્લી ઘડીની તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો. તો બીજી તરફ, વિદ્યાર્થી- વાલીઓમાં પરીક્ષાને લઈ સજ્જતા જોવા મળી હતી.
બોર્ડે જાહેર કરેલી વિગતો પ્રમાણે આ વર્ષે સમગ્ર ગુજરાત રાજ્યમાં 1,661 પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે. જોકે આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં 1.10 લાખથી વધુનો ઘટાડો નોંધાયો છે. આ વર્ષે કૂલ 5222 સ્કૂલ બિલ્ડિગોમાં 50,9991 બ્લોકમાં પરીક્ષા લેવાશે.
12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર અર્થશાસ્ત્ર અને 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર ભૌતિક વિજ્ઞાન હતુ. ધોરણ 10માં પ્રથમ ભાષાનું પેપર હતું. સમગ્ર પરીક્ષા માટે 80 હજારથી વધુ અધિકારી-કર્મચારીનો સ્ટાફ તૈનાત કરાયો હતો. ધોરણ 10માં 8 લાખ 92 હજાર 882 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં રહ્યાં છે.